ગરવીતાકાત:અરવલ્લી: તા.3-09-19 ના શુભ દિવસે ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વંદે માતરમ મંચના અગ્રણી શ્રી ડો.કમલભાઈ પંડ્યા સાહેબ આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં સતત રાત-દિવસ સેવા આપવાનો શુભારંભ ડો.શ્રી યગ્નેશભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યો. આવી માનવીય અને જમીની સેવામાં સક્રિય પણે જોડાઈને સેવા આપવાનું હોય સાંપડવા બદ્દલ બાલકૃષ્ણ રાવલે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી અને આ માટે  ડૉ.શ્રી કમલભાઈ પંડ્યા સાહેબનો સમસ્ત બ્રહ્મસેના પરિવાર વતી બાલકૃષ્ણ રાવલે આભાર માન્યો હતો. આ પ્રસંગે ડૉ. શ્રી કમલભાઈ પંડ્યા, ડૉ.શ્રી યગ્નેશભાઈ દવે, બાલકૃષ્ણ રાવલ તથા શ્રી જીગરભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવોને.

સૌ.નિયુતાબહેન વ્યાસ, સૌ.કલ્પનાબહેનશ્રીએ સ્વતી તિલક કરી અક્ષતે વધામણાં કરી બહેનોએ શુભેચ્છા આશિર્વાદ આપ્યા હતા. ડૉ. શ્રી યગ્નેશભાઈએ ડૉ. શ્રી કમલભાઈ પંડ્યાને ગણેશદાદાની પ્રતિમા ભેટ અર્પણ કરી આ સેવાને બિરાવી હતી. ડૉ. શ્રી કમલભાઈ પંડ્યા આ સેવા છેલ્લા 20 વર્ષથી આપી રહ્યા છે આ માટે ઉપસ્થિત તમામે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી