ગુજરાતમાં લાગેલી આગ આજે નેશનલ લેવલે મોટા સમાચાર બની છે. કેમ કે શ્રેય હોસ્પિટલને COVID 19 માટે હરી ઝંડી આપી દેવાઈ હતી, અમદાવાદ નવરંગપુરા સ્થિત હોસ્પીટલમાં ફાયર સેફ્ટી અંગે ઝોલ જોવા મળ્યા હતા. આ હોસ્પિટલના ટ્રસ્ટી ભાજપના નેતા અને અન્ય વગદાર લોકો હોવાનું સામે આવ્યું છે.

મ્રુત્યુ પામનારમા 5 પુરૂષ અને 3 મહીલા છે. 1 દર્દી હજુ પણ સારવાર હેઠળ

33 દર્દીઓ ને SVP હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદની કોવીડ-19 હોસ્પીટલમાં મોડી રાત્રે ત્રણ વાગે ચૌથા માળે આગ લાગી હતી. આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંદ છે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે સોર્ટ સર્કીટ ના કારણે આગ લાગી હશે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ થી સૌથી મોટા સમાચાર મળ્યા ત્યારે એવા સવાલ ઉભા થાય છે કે જ્યારે આઠ લોકો મરી રહ્યા હતા ત્યારે હોસ્પીટલનુ તંત્ર શુ કરી રહ્યુ હતુ? શુ આ આગ લાગવા પાછળ હોસ્પીટલની બેદરકારી તો જવાબદાર નથી ને? આગ ICU માં લાગી હતી તો શુ ICU માં ફાયર સેફ્ટીના ઉપકરણો ન હતા? ફાયર સેફ્ટીના ઉપકરણો કોની કંપનીના લાગેલા હતા?

Contribute Your Support by Sharing this News: