• ડાબેથી મૃતક પિતા અને પુત્રની ફાઈલ તસવીર
  • પિતાએ ગળેફાંસો ખાઈ જીવ ટુંકાવી લીધું
  • પિતા, બેન-બનેવી પર હત્યાની શંકા હતી

ગરવીતાકાત સુરતઃ મહુવા તાલુકાના આંગલધરા ખાતે વજન કાંટાના માલિક અને ખેડૂત સંજયસિંહ દેસાઈની 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાબતે યુવાનના પિતા અને બેન-બનેવીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન આજે સંજયસિંહના પિતાએ દીકરીના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

સાત દિવસ બાદ પણ હત્યા પોલીસ પકડથી દૂર: પ્રાપ્ત માહિતી મુજબ, ગત 9મી જૂને સંજયસિંહ દેસાઈની પોતાના વજન કાંટાની ઓફિસમાં અજાણ્યા હત્યારાઓ દ્વારા 7 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી. જે બાબતે સંજયસિંહના પત્ની કૃપાબેન દેસાઇએ મહુવા પોલીસમાં હત્યા બાબતે પતિના બેન-બનેવી તથા પિતાના જમીન બાબતે અવાર-નવાર ઝઘડાઓ થતાં હોવાથી હત્યા અંગે શંકા વ્યક્ત કરતાં પોલીસેએ દિશામાં તપાસ હાથ ધરી હતી. પરંતુ ઘટનાને 7 દિવસનો સમય વીતવા છતાં પોલીસ માત્ર નિવેદનો જ લઈ રહી છે.

દીકરીના ઘરે ફાંસો ખાઈ લીધો: સંજયસિંહની હત્યા બાદ પિતા દિલિપસિંહ, બેન-બનેવી પર શંકાને લઈને યુવાનની અંતિમયાત્રામાં પણ પિતાને સામેલ થવા દેવામાં આવ્યા ન હતી. જેથી પિતા દીકરીના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. અને ગ્રામજનો અને પોલીસ દ્વારા પિતાની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. દરમિયાન આજે દીકરીના ઘરે ધાબા પર બનાવવામાં આવેલા શેડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો: ઘટનાની સમીક્ષા કરવા 9 તારીખે જિલ્લા પોલીસવડા પણ જાતે આંગલધરા ખાતે સ્થળ તપાસ કરી હતી. પરંતુ 7 દિવસ જેટલો સમય વીતવા છતાં પોલીસે કોઈ નક્કર પગલાં ન લેતા રાજપૂત સમાજ તથા સમગ્ર ગ્રામજનો પોલીસની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.