ગરવીતાકાત,અરવલ્લી: બાયડ તાલુકા ના શિવાલયો આજે સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા  શ્રાવણ માસના બીજા સોમવાર ને લઈને બાયડ ના શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા ભગવાન શિવની આરાધના કરવા શિવભક્તો શિવની ભક્તિમાં રસમય થયેલા નજરે પડયા હતા શ્રાવણ માસ ના બીજા સોમવારે શિવભક્તો બાયડના ઋણમુક્તેશ્વર મહાદેવ બાયડ ગામમાં સોમનાથ મહાદેવ વૈજનાથ મહાદેવ વાત્રકના ધારેશ્વર મહાદેવ મા શિવ ના દર્શન કરવા અને પૂજા પાઠ કરવા સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિવાલય માં ભારે ભીડ જોવા મળી હતી પૂજારી તરુણ ભટ્ટના કહેવા પ્રમાણે શ્રાવણ માસના સોમવારના દિવસે લઘુરુદ્ર કરવાથી અનેક ઘણું ફળ મળે છે જ્યારે શિવ ભક્તો આજે જળ બિલ્વપત્ર અને દૂધનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે જ્યારે શિવ ને  જીવ  નો અંશ પણ કહેવામાં આવે છે શિવભક્તો ના નાદથી હર હર મહાદેવ મૃત્યુંજય મંત્ર ઓમ નમઃ શિવાયના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી