વિપુલ ચૌધરીની ધરપકડ બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. જેમા આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં શંકરસીંહ વાઘેલા ઉતર્યા હતા. આવનારા સમયમાં દુધસાગર ડેરીમાં ચુંટણી યોજાવા જઈ રહી છે એમાં રાજકીય કિન્નાખોરીના પગલે વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ હોવાનુ તેમને જણાવ્યુ હતુ.

શંકરસીંહ વાઘેલાએ વિપુલ ચૌધરીના બચાવમાં કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ હતુ એમાં મદદના ભાગ રૂપે તેમને સાગરદાણ મોકલ્યુ હતુ. મહારાસ્ટ્રમાં જ્યારે દુષ્કાળ સર્જાયો ત્યારે પશુઓના ચારાની માંગ શરદ પવારે કરી હતી. જેને મે વિપુલ ચૌધરીને જણાવતા તેમને અધિકૃત રીતે સાગરદાણ મોકલેલુ.

વિપુલ ચૌધરી એ બક્ષીપંચના મોટા આગેવાન છે, આ ધરપકડથી તેમને સહાનુભુતી મળશે.

વિપુલ ચૌધરીએ મારા કહ્યા મુજબ મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલ્યુ હતુ. દુષ્કાળ જેવી પરિસ્થીતીમાં એકબીજાની મદદ થતી હોય છે એ પ્રક્રીયા મુજબ  સાગરદાણ મોકલાયુ હતુ. એમા કોઈ કરપ્શન નહોતુ. તેમ છતા તેમની ઉપર કેસ દાખલ કરાયો છે એવામાં ચુંટણી ટાણે જ તેમની ઉપર કાર્યવાહી કરવી એ રાજકીય કીન્નાખોરી ગણાય એમ પણ શંકરસીંહ વાઘેલાએ જણાવ્યુ હતુ.

આ કેસ 10-15 વર્ષ જુનો છે એવામાં તમારે વિપુલ ચૌધરીની ધરપકડ કરવી હતી તો પહેલા કરવી હતી અત્યારે ચુંટણી સમયે જ કેમ કરી જે દર્શાવે છે કે આ રાજકીય કીન્નાખોરી છે એમ કહી સરકાર ઉપર તેમને પ્રહાર કર્યા હતા.

Contribute Your Support by Sharing this News: