ગરવીતાકાત,અરવલ્લી: ગુજરાત રાજ્ય સહીત અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ વેચાણનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેઓને હજુ મૂછના દોરાય ન ફૂટ્યા હોય તેવા લવરમૂછિયા પણ દારૂની ખેપ મારી રહ્યા છે. અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસને ઉંઘતી રાખી શામળાજીમાં આવેલી મંગલમૂર્તિ હોટલ નજીકથી ટ્રાવેરા કારમાંથી ૫૭ હજાર રૂપિયાનો વિદેશી દારૂ નાકાબંધી કરી ઝડપી પાડ્યો હતો. ટ્રાવેરા ચાલક પોલીસ નાકાબંધી જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.અરવલ્લી જીલ્લા એલ.સી.બી પી.આઈ અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વિદેશી દારૂ ભરી ટ્રાવેરા કાર મોડાસા તરફ જવાની બાતમી મળતા જીલ્લા એલસીબી પોલીસે શામળાજી મંગલમૂર્તિ હોટેલ પાસે નાકાબંધી કરી હતી ટ્રાવેરા કાર (ગાડી.નં.GJ 18 AH 4872 ) નો ચાલાક રોડ પર મૂકી નાસી છૂટતા એલસીબી પોલીસે ટ્રાવેરા કારમાં તલાસી લેતા ગાડી માંથી વિદેશીદારૂ બૉટલ અને બિયર નંગ-૩૩૬ કિં.રૂ.૫૭૬૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રાવેરા કાર કિં.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૫૭૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટ્રાવેરાના બુટલેગર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન ચેકીંગ ને ભેદી ટ્રાવેરા કારનો ચાલક સફળ રહેતા શામળાજી પોલીસતંત્ર ને ઉંઘતુ રાખી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળ રહી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: