ગરવીતાકાત,અરવલ્લી: પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ અરવલ્‍લી જિલ્લા તથા શ્રી ફાલ્‍ગુની.આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા  વિભાગ મોડાસા નાઓ તરફથી મળેલ સૂચના અન્વયે ગુજરાત રાજયમાં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્‍થાન રાજય તરફથી આવતા વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરેલ જે આધારે શ્રી એસ.એચ.શર્મા પો.સબ.ઇન્‍સ શામળાજી પોલીસ સ્‍ટેશન તથા શામળાજી પોલીસ સ્‍ટાફ સાથે વેણપુર ગામની સીમમાં આરટીઓ ચેક પોસ્ટ ખાતે રાજસ્‍થાન રાજય તરફથી આવતા વાહનોના ચેકીંગમાં હતા દરમ્‍યાન બાતમી હકિકત મળેલ કે ભોગવટાની ટ્રક કન્ટેનર નંબર MH.04.GR.6462 નો ચાલક (૧) ડીઝનસીગ રોમાલસીગ રાજપુત ઉ.વ.૩૦ રહે.કગરોર તા.બસોલી જી.કઠુઆ થાના બસોલી જમ્મુ એન્ડ કશ્મીર તથા કલીનર (૨) સુનિલકુમાર પવનકુમાર પુનિયા ઉ.વ. ૨૦ રહે.બારલાચોગાન તા.બસોલી જી.કઠુઆ થાના બસોલી જમ્મુ એન્ડ કશ્મીર નાઓએ એકબીજાની મદદગારી કાવતરૂ રચી પ્રોહી પ્રતિબંધક એરીયામાં ગે.કા વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાની ટ્રક કન્ટેનર નંબર MH.04.GR.6462 ની માં ભારતીય બનાવટની ઇગ્‍લીશ દારૂ ની બોટલો ૩૬ જેની કિ.રૂ ૨,૧૬,૦૦૦/- નો આરોપી નં (૩) કાકું નામનો ઇસમ જેનું પુરૂ નામસરનામું મળેલ નથી નાએ ભરી આપી તેમજ ટ્રક કન્ટેનર નંબર MH.04.GR.6462 કિ રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા તેમજ ભારતીયા બનાવટનો ઇગ્લીશ દારૂ છુપાવવા કવરીગ તરીકે ઉપયોગમાં લીધેલ બુટ તથા ચંપલ તથા કુકર ના બોકસ તથા મેટીના રોલ મળી કુલ નંગ ૧૩૦  જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/-  તથા ટ્રક કન્ટેનર ગાડી ની રજીસ્ટ્રેશન પેપર્સ ની ફાઇલ નંગ-૧ કિ રૂ ૦૦/૦૦ ની તથા બીલ્ટી નંગ ૧ કિ.રૂ.૦૦/૦૦ ની મળી કુલ કિ રૂ ૧૬,૧૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં (૧) તથા (૨) નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં (૩) નો નહિ મળી ગુન્‍હો કરેલ હોય સદરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા અરવલ્લી પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ શ્રીની સૂચના મુજબ પ્રોહીબીશનનો મોટા જથ્થાનો ગણના પાત્ર કેસ શોધવામાં શામળાજી પોલીસ ને સફળતા સાંપડેલ છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: