અરવલ્લી જીલ્લા ના શામળાજી પાસે આવેલી ગુજરાત રાજસ્થાન બોર્ડર અને રતનપુર ચેક પોસ્ટ માં રોજ સાધન ચેકીંગ હાથ ધરવામાં આવે છે રાજસ્થાન તરફથી આવતી ગણી ગાડીઓ પકડવામાં શામળાજી પોલીસ ને મોટી સફળતા મળી છે.
ત્યારે ભિલોડા તાલુકા ના કડવઠ (પહાડિયા) ગામે શામળાજી પોલીસ ને બાતમી હકીકત મળેલ હતી કે કડવઠ (પહાડિયા) ગામ ના રહીશ પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર રહે કડવઠ (પહાડિયા) તા. ભિલોડા જી. અરવલ્લી જેમના ઘરે ગેરકાયદેસર પાસ પરમીટ વગર નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો વેચાણ માટે ઉતારેલ હોવાની હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત ના ઘરે રેડ કરતા મકાનની બાજુમાં બનાવેલ ઢાળીયામા સંતાડેલો ઇંગ્લિશ દારૂ તથા બિયર ની પેટી નંગ ૬૭ જેમાની બોટલો/ટીન નંગ. ૧૩૫૬ જેની કિં.રૂ. ૮૪૦૦૦/- નો નો મુદ્દામાલ મળતાં આ વિષય પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ પોલીસ મહાનિરીક્ષકશ્રી અરવલ્લી પોલીસ અધિક્ષક શ્રી મયુર સાહેબ શ્રી ની સુચના મુજબ બાતમી આધારે રેડ કરતા ઇંગ્લિશ દારૂ પકડવામાં મળી મોટી સફળતા
Contribute Your Support by Sharing this News: