ગરવીતાકાત,અરવલ્લી: શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. માલપુર નગરના નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રસ્તા પર એટલા ખાડા છે કે અહીં વાહનો જતાં જોનાર વ્યક્તિને એક તબક્કે ડાન્સ કરતાં હોય તેવું દૃશ્ય લાગે છે. જોકે આ ડાન્સ હેલ્થ સારી કરનાર નહીં પણ એક જોરદારનો ઝટકો આપવા માટે ઘણો છે.શામળાજીથી માલપુર-ગોધરા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી વાહન ચાલકો  તોબા પોકારી ઉઠ્યા છે ભારે વરસાદથી શામળાજી થી માલપુર-ગોધરા સુધીનો સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા જોવા મળે છે આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં સ્ટેટ હાઇવે રીપેર કરાવો તો જ ટેક્સ આપવામાં આવશે તેમ કહી ટેક્સ ન ભરીને વાહનચાલકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: