કડી ના આદુંદરા ગામે લીલા મકાન પાછળ ની ખુલ્લી જગ્યાએ જુગાર રમતા સાત ઈસમો ને પોલીસે ઝડપી પાડીને જુગાર સાહિત્ય સહીત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજ સિંહજી ગોહીલ ની જુગાર પ્રોહીબિશન ના કેસો શોધી કાઢવા તેમજ કેસો ઉપર અંકુશ મુકવા માટે આપેલી સુચના ના અનુસંધાને ઇન્ચાર્જ  પીઆઇ એયુ રોજ ના માર્ગદર્શન મુજબ  પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાંઆવતા  પીએસઆઇ એસબી ઘાસુરા અને પોલીસ ટીમ ને ખાનગી માં બાતમી મળી હતી કે આદુંદરા ગામે ઈન્દીરા પરા બસ સ્ટેન્ડ પાસે ધવલ પ્રજાપતિ સહીત કેટલાક ઈસમો લીલા કલર ના મકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને પોતાના અંગત ફાયદા માટે જુગાર રમી રમાડી રહયા છે મળેલ હકીકત ની પોલીસ ટીમે સ્થળ ઉપર તપાસ કરતા લોકો ટોળે વળેલા જણાઇ આવતા પોલીસે રેઇડ કરી સ્થળ ઉપરથી ધવલ બાબુલાલ પ્રજાપતિ તેમજ વિનુજી જગાજી ઠાકોર તેમજ સદ્દામ હુસેન કાસમ ભાઈ રાઠોડ તેમજ અશોકજી દિવાનજી ઠાકોર તેમજ ઝહીર ભાઈ રહીમભાઈ મલેક તેમજ અમિતકુમાર સંજય ભાઈ પટ્ટણી યુનુસભાઈ રહીમભાઈ મલેક સહિત સાત ને ઝડપી લઇ ગુનો નોંધી સ્થળ ઉપરથી જુગાર સાહીત્ય તેમજ રોકડ રકમ ૪૨૪૬૦/- તેમજ મોબાઇલ નંગ સાત કીંમત રૂપિયા ૩૦૫૦૦/- કુલ ૭૨૯૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ગરવી તાકાત ના અહેવાલ થી કડી પોલિસ જુગારધામ માં મુદ્દામાલ બતાવવાનું શરૂઆત કરી*
કડીમાં શહેરમાં થતાં આજુબાજુ ના ગામડાઓ ચાલી રહેલા જુગારધામ પર કડી પોલિસ રેડ તો કરતી હતી પણ સાથે જુગારીઓ પાસે થી યોગ્ય મુદ્દામાલ થતા રકમ યોગ્ય નહિ બતાવતા અને મસમોટા વહિવટ થતા હોવાની ચર્ચા ખુબજ મોટા પ્રમાણ માં ચાલી રહી હતી અને  કડી પોલિસ દ્ધારા કરવામાં આવતા વહિવટ અંગે ને જાણ ગરવી તાકાત ન્યુઝ ને જાણ થતાં    જે મસ મોટા વહિવટ થતા હતા તે અંગે  અહેવાલ પ્રસિદ્ધ તથા કડી પોલીસ દ્વારા જેતે જગ્યા પર થી જુગારીઓ પકડવામાં આવે છે તેની સાથે હવે મુદ્દામાલ પણ બતાવવામાં આવી રહ્યા  છે.ગરવી તાકાત ન્યુઝ હમેશાં સ્ત્ય ની સાથે ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે.
જૈમિન સથવારા – કડી
Contribute Your Support by Sharing this News: