ગુજરાતના વડોદરાના ડભોઈમાં એક હોટલની ગટરની સફાઈ કરવા ઉતરેલા સાત મજૂરોના ઝેરી ગેસની અસર થતા ગૂંગળાઈ જવાથી મોત થઈ ગયા છે. આ લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ તેમાંથી કોઈનો બચાવ થઈ શકયો ન હતો. આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ ડભોઈની દર્શન હોટલના શૌચાલયના પાણી અને મળના નિકાલ માટે બનાવેલા ખાળ કૂવાની સફાઈ માટે અંદર ઉતર્યા હતાં.

જો કે આ ખાળકુવામાં પ્રથમ એક સફાઈ કામદાર અંતર ઉતર્યો હતો. પરંતુ તેને ગુંગળામણ અનુભવાતા તેણે અંદરની બચાવવા માટે બુમો પાડી હતી. જેને બચાવવા માટે અન્ય ૬ સફાઈ કામદારો પણ અંતર ઉતર્યા હતા. જો કે આ સાતે સફાઈ કામદારોને ખાળકુવામાં જ ઝેરી ગેસની અસર થતા અંદર જ મોતને ભેટ્યા હતા.

આ ઘટના રાત્રે ૧૧ વાગેની આસપાસ બની હતી. જો કે ઘટનાની ખબર પડતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે તેમાંથી કોઈ પણ કામદારને બચાવી શકી ન હતી.આ દરમ્યાન હોટલનો માલિક રઝાક મોમીન હોટલ બંધ કરીને ફરાર થઈ ગયો છે. આ માલીક વિરુદ્ધ એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: