સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર કપડવંજ  તાલુકા દ્વારા ખેડાા જિલ્લા સંયોજક પ્રણવભાઈ સાગર ના માર્ગદર્શન હેઠળ કપડવંજ તાલુકાના માંડવના મુવાડા ગામ ખાતે સયોજક સુનિલ પંચાલ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય તે માટે આશરે ૨૦૦ ઘરો માં આયુર્વેદિક હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના વાયરસ થી સંક્રમિત વ્યકિત થી સાવધાની અને સલામતી અંગેની કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલી આરોગ્ય સેતુ એપ્લિકેશન ની ઝીણવટ ભરી માહિતી આપી તેમજ ગ્રામજનો ને ડાઉન લોડ કરી ઉપયોગિતા ની વિસ્તૃત માહિતી આપી હતી. સુનીલ પંચાલ  કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી  યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે ભરપૂર પ્રયત્ન કરે છે તેમજ જરૂરી માહિતી પૂરી પાડી લાભ અપાવવામાં કાર્યશીલ રહે છે.
બીજા સાથે સમાચાર શેર કરો.