ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠાના સુઇગામ અને વાવ તાલુકામાં નર્મદાની કેનાલો સામે ગંભીર સવાલો ઉભા થઇ રહયા છે. ભરચોમાસે નર્મદાની કેનાલો જર્જરીત હોવા સાથે-સાથે કચરા અને ગંદકીથી ભરેલી હોવાનું ખેડુતો જણાવી રહયા છે. કેનાલોની સાફસફાઇ કાગળ ઉપર બતાવી નર્મદાના સત્તાધીશોએ લાખોની રકમનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ
સરહદી સુઇગામ તાલુકામાં પથરાયેલી નર્મદા કેનાલોમાં સાફ-સફાઇના નામે કૌભાંડ થયુ હોવાની વાત સામે આવી છે. ચોમાસા પુર્વે કેનાલોની બરોબર સાફ-સફાઇ કરી પાણીનો પવાહ અવિરત બને તે માટે નર્મદાના સત્તાધીશો કામ કરતા હોય છે. જોકે, મોરવાડા ડિસ્ટ્રી કેનાલમાં બિલકુલ સાફસફાઈ કરવામાં આવી નથી અને નર્મદા ઘ્વારા લાખોની રકમના ખર્ચ કરી કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ થયો છે.
સુઇગામ તાલુકાનાં નવાપુરા ગામના ખેડૂત કેવળરામે જણાવ્યું હતું કે, નર્મદાના અધિકારીઓએ કોન્ટ્રાકટર પાસેથી મસમોટી રકમ પડાવીને માત્ર કાગળ ઉપર સફાઈ બતાવી હોય તેવી અમને શંકા છે. જયારે ગંગારામ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ ઉપર મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અધિકારીઓ અમારી રજૂઆત સામે ફોન ઉપાડવાની પણ ગંભીરતા લેતા નથી
બીજા સાથે સમાચાર શેર કરો.