મહેસાણા જિલ્લાની નોડલ જિલ્લા તરીકે પસંદગી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,મહેસાણા 

રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલાના અધ્યક્ષ સ્થાને સરકીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

મહેસાણા રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા દ્વારા મહેસણા જિલ્લાની નોડલ જિલ્લા તરીકે પસંદગી કરાઇ છે. જિલ્લામાં ચાલતી વિવિધ સબંધિત યોજનાઓની જાણકારી મેળવવા તેમજ કામગીરી અધતન વિગતોથી વાકેફ કરવા માટે સરકીટ હાઉસ ખાતે રાજ્યસભાના સંસદ સભ્ય જુગલજી લોખંડવાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી રાજ્યસભા સંસદ સભ્ય જુગલજીએ જણાવ્યું હતું કે લોકપયોગી યોજનાઓની માહિતીથી છેવાડાનો માનવી અવગત થાય તે જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું કે આપણને સેવાનું કામ મળ્યું છે.જિલ્લામાં ચાલતી ૪૧ ગરીબલક્ષી અગત્યની યોજનાઓનો જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મળે તે જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો જિલ્લાના હિતમાં ઘનિષ્ઠ અમલીકરણ દ્વારા મહત્તમ પ્રજાકીય ફાયદો થાય તે દિશામાં શ્રેષ્ઠત્તમ પ્રયાસો થકી જિલ્લાના લોકોની સુખાકારી વધે તેવા સૌના સહિયારા પ્રયાસો કરવા ખાસ ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.તેમણે ઉમેર્યું હતું કે જિલ્લો રાજયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે સતત જાગૃત રહીને જિલ્લાના નિર્ધારિત લક્ષ્‍યાંકો સિધ્ધ થાય તે માટે સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા ઉપસ્થિત સૌ કોઇને તેઓએ આહવાન કર્યુ હતું.જિલ્લાના તમામ પ્રકારના વિકાસ કામો ગુણવત્તાયુકત થાય અને મધ્યાહન ભોજન તથા આંગણવાડીના ભૂલકાંઓ માટે સુચિત કરાયેલા પોષણલક્ષી મેનુમાં કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવાની સાથોસાથ તેની ગુણવત્તા પણ જળવાય રહે તેની વિશેષ કાળજી રાખવાની તેમણે હિમાયત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન-નાગરિક પુરવઠા, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટરશેડ, પાણીપુરવઠા, વાસ્મો, DILR, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, કૃષિ યોજના, રોજગાર, વીજ સુવિધા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, નગરપાલિકા વિસ્તાર વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.