સમસ્ત સથવારા પ્રગતિ મંડળ હિંમતનગર દ્વારા દ્વિતીય સ્નેહ સંમેલન યોજાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૧૭)

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમસ્ત સથવારા પ્રગતિ મંડળ દ્વારા વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયા, અમૃતભાઈ પુરોહિત, વિમલભાઈ ઉપાધ્યાય, દિપેનભાઇ કડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સથવારા સમાજ ના અગ્રણીઓ તથા સમાજના તમામ સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો વાર્ષિક સ્નેહ સંમેલનમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ મહેમાનો નું અને દાતાશ્રીઓ નું મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજ શિક્ષિત અને સંગઠિત બને તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આવનારા વર્ષ 2020માં ત્રીતીય વાર્ષિક સંમેલનમાં ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવવાનુ હોય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ અશોકભાઈ સથવારા, આશિષભાઈ કડિયા, વિષ્ણુભાઈ, રીતેશભાઈ મિસ્ત્રી તથા શૈલેષભાઈ સથવારા જેઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.