ગરવીતાકાત,ખેડા: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ખેડા , કપડવંજ કેળવણી મંડળ અને  કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહુધા તાલુકા નંદગામ ક્લસ્ટર ની ઊંદરા પ્રા.શાળામાં ક્લસ્ટરકક્ષાની તમામ શાળાએ પોતાના મોડ્યુલ પ્રદર્શનમાં મૂક્યા. તેમજ પ્રાર્થના સભામાં અંધશ્રદ્ધા નિવારણ પ્રયોગ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.  વિજ્ઞાન વિષયના સવાલ પર ક્વિઝ સ્પર્ધા, વિજ્ઞાન વિષય પુસ્તક પ્રદર્શન તેમજ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. આ પ્રવૃતિમાં ૧૦ શાળાના ૩૫૦ બાળકો લાભાન્વિત થયા. આ પ્રસંગે તાલુકા શિ. સંઘ પ્રમુખશ્રી પુનમભાઇ, તાલુકા શિ. સંઘ મંત્રીશ્રી નીરજભાઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રી બુધાભાઇ, એસ.એમ.સી સભ્ય, સી.આર.સી. કો.ઓર્ડીનેટર મનહરભાઈ તેમજ બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી શૈલેન્દ્રસિંહ ઝાલા અને કૈવલ્ય ફાઉન્ડેશન ટીમ ઉપસ્થિત રહી બાળકોના મોડ્યુલ નિહાળી બાળકોને પ્રોત્સાહન કર્યા હતા… સી.આર.સી. અને આચાર્યશ્રી ભાવેશભાઈ તેમજ શાળા પરિવાર તરફથી સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા