ગરવીતાકાત,અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિયાલ ગામમાં શાળાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી કિરીટસિંહ ગોહિલ દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભોજન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

તસ્વીર અહેવાલ વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ