ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ખાખી વર્દી ચોર લૂંટારુ ગેંગ સામે લાચાર બની હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે બાયડ પોલીસ સ્ટેશનથી માંડ ૫૦૦ થી ૭૦૦ મીટર દૂર નંદ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમને ગેસ કટરથી કે અન્ય સાધન વડે  મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી ૩૨.૮૧ લાખ રૂપિયા રોકડા અને એટીએમનો કિંમતી સમાન મળી કુલ રૂપિયા ૩૫૮૧૪૦૦/-ની  મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. લાખ્ખો રૂપિયા ભરેલ એસબીઆઈ એટીએમ ચોકીદાર વિહોણું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જીલ્લામાં અનેક એટીએમ સિક્યુરિટી ગાર્ડ વગર નધણિયાત હાલતમાં છે

બાયડ નંદ કોમ્પ્લેક્ષમાં આવેલા એસબીઆઈ ના એટીએમમાં રવિવારે રાત્રે તસ્કરોએ એટીએમ મશીનમાં રૂપિયા રાખવાનું બોક્સ ની લૂંટ થઈ હોવાની જાણ બેંકના મેનેજર અને બાયડ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટ્યા હતા એટીએમ મશીનમાં લૂંટ કરતા પહેલા તસ્કરોએ એટીએમ રૂમના સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખતા પોલીસે આજુબાજુના  સીસીટીવીના આધારે એટીએમ તોડનાર ગેંગને શોધવા કામે લાગી હતી.

બાયડ-મોડાસા રોડ પર ગાબટ ગામ તરફ જતા અને પોલીસસ્ટેશનની નજીક આવેલા નંદ કોમ્પ્લેક્ષ રોડ પર હોવાથી સતત લોકોની અને વાહનોની અવર-જવર

રહેતી હોવાથી સ્ટેટ બેન્ક એટીએમમાં ઘસારો વધુ રહેતો હોય છે. પરંતુ રવિવારે  મોડી રાત્રે લૂંટના ઇરાદે આવેલા તસ્કર ટોળકી ગણતરીની મિનિટોમાં એટીએમ તોડી એટીએમમાં રહેલા રૂ.૩૨૮૧૪૦૦/- ની લૂંટ કરી એટીએમ મશીનની કેસેટ, તથા પ્રેઝન્ટ મોડ્યુલર કીં.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ રૂ.૩૫૮૧૪૦૦/- ની  મત્તા લઇ ફરાર થઇ ગઇ હતી. એસબીઆઇના અધિકારીઓને આ અંગેની જાણ થતાં તાત્કાલિક એટીએમ પાસે દોડી આવી પોલીસને જાણ કરી હતી બાયડ પોલીસે નરેન્દ્રસિંહ અર્જુનસિંહ અડોદરિયા (મેનેજર,ટી.એસ.આઈ) ની ફરિયાદના આધારે અજણ્યા શખ્શો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: