છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૭૧ મિલિ (૨.૮૪ ઈંચ)થી લઈને એક મિમિ સુધી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ધારીમાં સૌથી ઓછો વરસાદ માણાવદર, ખેરગામ, ઘોઘા અને કામરેજ પડ્યો હતો. ત્યાં ૧ મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યમાં એકંદર ઉત્તર ગુજરાતને છોડીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહી હતી. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છોડીને તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો નથી. અમરેલીના ધારીમાં ૨.૮૪ ઈંચ, જૂનાગઢના માળીયામાં ૨.૭૨ ઈંચ, ડાંગના વધઈમાં ૧.૯૨, વલસાડના ધરમપુરમાં ૧.૬૮, રાજકોટના જામકંડોરણામાં ૧.૫૬, જૂનાગઢના માંગરોળમાં ૧.૪૪ ભાવનગરના મહુવામાં ૧.૪, ભરૂચમાં ૧.૩૬, ભાવનગરના ઉમરાળામાં ૧.૨૮, પોરબંદરના રાણાવાવમાં ૧.૨૪, નવસારીના વાંસદામાં ૧.૨૪, ભરૂચના જંબુસરમાં ૧.૦૮ અને સુરતના ઓલપાડ ૧.૦૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.