અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા માં બનેલી ઘટનાલોકોને પોલીસનો ડર લાગતો હોય છે, અને આ ડરનો કેટલાક લોકો નકલી પોલીસ બનીને ફાયદો પણ ઉઠાવતા હોય છે અરવલ્લી જીલ્લામાં અગાઉ પણ નકલી પોલીસના નામે તોડ કરનાર ગેંગ અને પોલીસનો રોફ મારનાર શખ્શો પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે બાયડ તાલુકાના પગીયાના મુવાડા ગામે એક શખ્શના ઘરે  દારૂનો ધંધો કરો છો કહી દમ મારી એલસીબી પોલીસના નામે તોડબાજી કરવા પહોંચેલા ૩ શખ્શો સામે શંકા જતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ૧ નકલી પોલીસ નાસી છૂટ્યો હતો સાઠંબા પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી નકલી એલસીબી પોલીસને જોઈ અસલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી ૨ શખ્શોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા નકલી પોલીસને પોલીસ સ્ટેશને લવાતા બંને શખ્શોના મોતિયા મરી ગયા હતા બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ પગિયાના મુવાડા ગામે કાંતિસિંહ ના ઘરે  બાઈક લઈ પહોંચેલા ત્રણ શખ્સો જીલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવી રોફ જમાવતા અને તમે દારૂ નો ધંધો કરો છો એમ કહી જેલના સળિયા પાછળ ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા ની માંગણી કરતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ગામલોકોને ત્રણે શખ્શોની હરકત જોતા અને ગ્રામજનોને જોઈ ગભરાઈ જતા ત્રણે શખ્શો નકલી પોલીસ હોવાની શંકા જતા તેઓ એ સાઠંબા પોલીસ નો સંપર્ક કરતા નકલી પોલીસ ગેંગનો પર્દાફાશ થયો હતો અસલી પોલીસ પહોંચે તે પહેલા એક નકલી પોલીસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો સાઠંબા પોલીસે ૧) શાંતિભાઈ બચુભાઈ ભરવાડ રહે. ભરવાડના મુવાડા અને ૨) મુકેશકુમાર જશવંતસિહ બારીયા રહે. સવેલા નામના નકલી પોલીસ બનેલ શખ્શો ની ધરપકડ કરી બાઈક લઈ ફરાર થયેલા મિતેષગિરી સંજયગીરી ગોસ્વામી (રહે, સવેલા) વિરુદ્ધ ઇપીકો કલમ-૧૭૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અસલી પોલીસ નકલી પોલીસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લામાં નકલી પોલીસ દ્વારા લોકો પાસેથી ઘરેણાં પડાવી લેવાની, ખોટી રીતે પૈસાનો તોડ કરવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે. ઘણીવાર નકલી પોલીસ આગળ ચેકિંગ ચાલે છે તેમ કહી સિનિયર સિટીઝનો પાસેથી દાગીના પણ સેરવી લેતા હોવાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે.

Contribute Your Support by Sharing this News: