લોકડાઉનની અસરથી વાલીઓને આર્થિક ભીંસ વધતા ટ્રસ્ટી મંડળ દ્વારા ફી માફી રાહત

સમસ્ત દેશમાં લોક ડાઉનના સમયમાં નાના મોટા ધંધો કરતા તમામને આર્થિક રીતે જોરદાર નુકસાન સહન કરવું પડયું . નવીન શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૦૨૧ માં અભ્યાસ બંધ હોવાથી  તેમજ હાલની પરિસ્થિતિ ધ્યાને આવતા સમસ્ત ગુજરાતમાં ફી બાબતને લઈને જોરદાર કકળાટ ચાલી રહ્યો છે.ત્યારે સારસ્વત હાઇસ્કુલ બાયડમાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓની ફી ને માફ કરવાનો નિર્ણય કર્યો છે અને તમામ ફી સંસ્થાનું ટ્રસ્ટી મંડળ ભરાશે તેવો જનહિત નિર્ણય લેતા વાલીઓમાં હર્ષની લાગણી અનુભવી હતી .સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા અને મંડળે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીની આર્થિક પરિસ્થિતિ ધ્યાને રાખીને અંદાજીત ૫૦૦ બાળકોની ફી માફી કરવાનો સરાહનીય નિર્ણય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે .આ નિર્ણયને શાળા પરિવાર ,વાલી ગણ અને વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આવકારી આભાર વ્યક્ત કર્યો હતો .

વિક્રમ દરજી અરવલ્લી

Contribute Your Support by Sharing this News: