ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૧૩)

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામના યુવા ખેડૂતો દ્વારા જૈવિક પ્રાકૃતિક ખેતી કરી હાલના યુગમા રાસાયણિક ખાતરો અને પેસ્ટી સાઈઝ દવાઓથી થતી બીમારીઓને ડામવા અને દેશને ગંભીર બીમારીઓથી બચાવવા લોકોને ઓર્ગેનિક ખેત પેદાશો તરફ લઈ જવા નવતર પ્રયાસ કરવામા આવ્યો…..

હાલના ફાસ્ટ ટેકનોલોજીના યુગમા સિઝન વગરની ફીકી શાકભાજી અને ખેતપેદાશો મળી રહી છે જેનાથી દેશની જનતા ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે ત્યારે પ્રજાને થતી મોટી બીમારીઓને લઈ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામના યુવા ખેડૂતો દ્વારા નવતર પ્રયાસ કરવામા આવ્યો છે ત્યારે આ ખેડૂત મિત્રો દ્વારા ખેતરોમા દેશી ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી લોકોને શુદ્ધ સાત્વિક અને ઝેરી દવાઓ વગરની શાકભાજી , ફળ અને ધાન્ય મળી રહે તે માટે ખેતી કરવામા આવી રહી છે આ યુવા ખેડૂત મિત્રો દ્વારા કરવામા આવેલ ખેતીથી અહીંની પ્રજાને સ્વાસ્થ્યને લઈ મોટો ફાયદો થઇ શકે તેમ છે જેને લઈ હાલમા અહીંથી પસાર થતા લોકો આ નવતર પ્રયાસને બિરદાવી ઝેરી રસાયણોના ઉપયોગ કર્યા વગર પકવેલી શાકભાજીની ખરીદી બજારમા મળતી શાકભાજીની તુલનાએ થોડા વધારે દામ આપી હોંશેહોંશે ખરીદી કરી રહ્યા છે

જ્યારે હાલમા લોકોને કેન્સર સહીતની નીતનવી ગંભીર બીમારીઓ થઇ રહી છે જેનુ મુખ્ય કારણ એક જ છે કે પેસ્ટીસાઈજ દવાઓ અને રાસાયણિક ખાતરો જેના વપરાશને કારણે ખેતીની જમીનમા ફળદ્રુપતા ઘટી રહી છે અને આપણા દેશની જનતા મહાબીમારીઓથી પીડાઈ રહી છે ત્યારે આ ખેડૂત યુવા મિત્રો દ્વારા ઓર્ગેનિક ખેતી કરી લોકોનુ સ્વાસ્થ જળવાઈ રહે તે હેતુથી દરેક પ્રકારના શાકભાજી , ફળ અને ધાન્યનુ વાવેતર કરવામા આવી રહ્યુ છે અને આપણા દેશની જનતાને ગંભીર બીમારીઓથી બચાવવા નવતર પ્રયોગ કરી લોકોને પોતાના નિત્ય આહારમા ઓર્ગેનિક ખેત પેદાશો ઉપયોગ કરવા માટે અને દેશના ખેડૂતોને દેશી ગાયના છાણના ખાતર આધારીત ઓર્ગેનિક ખેતી માટે સંદેશ પાઠવવા પ્રયાસ કર્યૉ છે સરકાર દ્વારા પણ જૈવિક પ્રાકૃતિક ખેતી કરી મબલખ પાક મેળવી રહ્યા છે જેનો વડાલી અને આજુબાજુના વિસ્તારના લોકો સહીત અમદાવાદ થી અંબાજી તરફ પસાર થતા વાહનચાલકો પણ ઓર્ગેનિક ખેત પેદાશોની ખરીદી કરી કેશરગંજના ખેડૂતોના પ્રયાસને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે.

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર