ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે,અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર હિંમતનગર થી રાજસ્થાન તરફ જઈ રહેલ ડસ્ટર કારમાં શામળાજી નજીક અગમ્ય કારણોસર આગ લાગતા કારમાં સવાર ૫ લોકો રોડ પર ડસ્ટર ગાડી ઉભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી અને આબાદ બચાવ થયો હતો થોડીક જ મિનિટમાં ડસ્ટર કાર આગમાં ખાખ થઈ હતી સતત વાહનો થી ધમધમતા હાઇવે પર કારમાં આગ લાગતા ભારે અફરા તફરી મચી હતી આગ લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી