ગરવીતાકાત,ગુજરાત: ગુજરાત અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી વાર એક ઐતિહાસિક તક મળી છે.  ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગુજરાતના ખેડૂતોની “સંપૂર્ણ દેવા-મુક્તિ” માટે વિધાનસભામાં ખાનગી બિલ લાવી રહ્યા છે.

એ બિલ આ 11મી તારીખે ધારાસભ્યોના મતદાન માટે મુકવાનું છે. જો બહુમતી ધારાસભ્યો એના ટેકામાં મતદાન કરે તો એ કાયદો બને અને 3 મહિનામાં ગુજરાતના નાના-મોટા તમામ ખેડૂતો “સંપૂર્ણ દેવા-મુક્ત” બને તેમ છે ત્યારે ખેડૂતો દેવા મુક્ત થાય તેને લઈ ને ખેડૂત આગેવાનો આક્રમક મૂડ માં જોવા મળ્યા છે.

ખેડૂત એકતા મંચ  પ્રમુખ સાગર રબારી એ ખેડૂતો ને ધારાસભ્યોને વિડિઓ વાયરલ કરીને દેવા માફી માટે અપીલ કરી છે.તો નિકુલ પટેલ દ્વારા અરવલ્લી ના ધારાસભ્યો ને પત્ર લખીને દેવા માફી માં સમર્થન આપવા માંગ કરી છે….. સાગર રબારીએ જણાવ્યું હતું કે આપણે ધારાસભ્યોને મત આપ્યા છે. ચૂંટાયા પછી ધારાસભ્ય કોઈ એક પક્ષના રહેતા નથી, એ મતવિસ્તારની તમામ જનતાના વિધાનસભામાં પ્રતિનિધિ છે. આપણે સૌએ એમને, ફોન કરીને, પત્ર લખીને, રૂબરૂ મળીને વિનંતી કરવી જોઈએ કે ખેડૂતોની “સંપૂર્ણ દેવા-મુક્તિ”ના કાયદાની તરફેણમાં તમામ ધારાસભ્યો મતદાન કરે.

ભા.જ.પ., કોંગ્રેસ, એન,સી.પી. અને અપક્ષ, તમામે તમામ ધારાસભ્યો બિલની તરફેણમાં મતદાન કરી એને કાયદો બનાવે સરકાર કદાચ પૈસાના અભાવની વાત કરે તો, સરકારને સાફ સાફ કહેવું જોઈએ કે- સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઉપરવટ જઈને, અદાણી, ટાટા, એસ્સાર વગેરે પાવરપ્લાન્ટોને ભાવ વધારી આપવા માટે પૈસા છે, મારુતિને રાહત આપવા માટે પૈસા છે, ટાટાને મદદ કરવા માટે પૈસા છે, તાયફાઓ કરવા માટે પૈસા છે, તો, ગુજરાતના 54 લાખ ખેડૂતોને દેવા-મુક્ત કરવા માટે પૈસા કેમ નથી?

તેમને વધુમાં જણાવ્યું કે નીલગાય, ભૂંડ અને રખડતા ઢોરોનો ત્રાસ, અનિયમિત વરસાદ, સિંચાઇની સગવડોનો અભાવ, ઉત્પાદનની ઘટ, પાક-વિમાના ધાંધિયા વગેરેને કારણે અમે દેવામાં ફસાયા છીએ, અમારી અણઆવડતને કારણે નહીં, તો સરકારે અમને મદદ કરવી જ જોઈએ.પોતાના પેંશન માટે “એકમત” થઇ શકતા ધારાસભ્યોને ખેડૂતોની “સંપૂર્ણ દેવા-મુક્તિ” માટે એકમત કરવા માટે સૌ ખેડૂતોએ પક્ષા-પક્ષી ભૂલીને, એક થઇ ધારાસભ્યો ઉપર દબાણ ઉભું કરવું પડશે.તેમને ખેડૂતોને સંબોધીને કહ્યું કે ‘આપ મુવા વિના સ્વર્ગે નથી જવાતું’ એમ કોઈ નેતા આવીને ઘેરબેઠા ભૂલું નહીં કરી જાય.

જાગો, ધારાસભ્યોને જગાડો અને “સંપૂર્ણ દેવા-મુક્તિ” માટે મતદાન કરવા ધારાસભ્યો ને સમજાવો એ જ રસ્તો છે

Contribute Your Support by Sharing this News: