સાબરકાંઠા જીલ્લાના વડાલી પો.સ્ટે. વિસ્તારમાં વેટલાચુલ્લા પાટીયા પાસે રોડ ઉપર ઇગ્લીશદારૂ/બીયરની પેટીઓ નંગ-૨૦ બોટલ/ટીન નંગ-૬૪૮ કિ.રૂ.૭૬,૮૦૦/- તથા એક મોબાઇલ તથા વાહન ડસ્ટન ગાડી મળી કુલ કિ.રૂ.૨,૭૭,૩૦૦/-  નો મુદ્દામાલ ઝડપી  પાડતી એલ.સી.બી.સાબરકાંઠા.

ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી અંગેની પ્રવૃતી નેસ્ત નાબુદ થાય તે માટે પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ ગેરકાયદેસર ઇગ્લીશદારૂ પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા કરેલ સુચના આધારે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ શ્રી બી.યુ.મુરીમા તથા પો.કો નિરીલકુમાર તથા પો.કો. વિરેન્દ્રસિંહ તથા પો.કો. દિલીપસિંહ તથા પો.કો. ચંદ્રસિંહ વિગેરે એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી અસરકારક બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા બાતમીદારો રોકેલ દરમ્યાન બાતમીદારથી રાજસ્થાન તરફથી વિજયનગર થઇ ઇડર હાઇવે રોડ થઇ ઉપર એક લાઇટ બ્લ્યુ કલરની એકસેન્ટ ગાડી નંબર પ્લેટ વગરનીમાં ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા (૧) શંકર અમરાજી પટેલ રહે.કરાગલી ઉથરતા તા.સલુંબર જી.ઉદેપુર રાજસ્થાન (૨) ઇશ્વરલાલ લાલચંદજી કોટેડ રહે. ઓડાદરા, નલવા, તા.જી.ડુંગરપુર રાજસ્થાન વાળાઓને ઇગ્લીશદારૂ/બીયરની પેટી-૨૦ મળી કુલ બોટલ નંગ-૬૪૮ કિ.રૂ.૭૬,૮૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૭૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મોજે વેટલા ચુલ્લા પટીયા રોડ ઉપર પકડી પાડી વડાલી પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરાવી  વડાલી પો.સ્ટે. ખાતે સોપી આગળની તપાસ એલ.સી.બી. હિંમતનગર કરી રહેલ છે અને અન્ય સંડોવાયેલ સહ આરોપીઓ ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.

તસ્વીર અહેવાલ પ્રફૂલ બારોટ સાબરકાંઠા,ઇડર