ત્રણ મહિના અગાઉ મોડાસા ગ્રામ્ય પોલીસસ્ટેશને કાલબેલિયા-જોગી ગેંગના બે તસ્કરોને ઝડપી પડી રિમાન્ડ મેળવતા જેતે સમયે મધ્યરાત્રીએ લોકઅપમાં રહેલા બંને ખૂંખાર શખ્શો લોકઅપના શૌચાલયની જાળી તોડી ફરાર થતા જીલ્લા પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું ગૃહ વિભાગ સુધી આ ગંભીર ઘટનાની નોંધ લીધી હતી. જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સહીત ૫ ટિમો બનાવી બંને આરોપીઓને ઝડપી પાડવા ધમપછાડા કરી રહી હોવા છતાં ત્રણ મહિના સુધી હવામાં હવાતિયાં મારી રહી હોય તેવો ઘાટ સર્જાતા સરેઆમ નિષ્ફળ રહી હતી, ત્યારે સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી રાજુ હીરાભાઈ કાલબેલિયાને ઝડપી પાડી અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને લપડાક આપી હતી.મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામા ઝડપાયેલો રાજુ  કાલબેલિયા અને મુકેશ જોગી નામના 2 આરોપી રિમાન્ડ પર હતા. તે દરમિયાન ત્રણ મહિના અગાઉ રાત્રીના સુમારે બન્ને આરોપીને મોડાસા રૂરર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. મધ્ય રાત્રી પછી શૌચાલયની બારીના સળીયા કાપી આરોપી ફરાર થવામાં સફળ થયા હતા. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ૫ ટિમો બનાવી ત્રણ મહિનાથી સંભવિત સ્થળોએ સતત શોધખોળ હાથધરાવ છતાં પનો ટુંકો પડ્યો હતો.સાબરકાંઠા એલસીબી પોલીસે ૨૬ જૂન-૨૦૧૯ બુધવારે સાંજના ૫ વાગ્યાના સુમારે હિંમતનગર ના મોતીપુરા વિસ્તારમાંથી ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા દબોચી લીધો હતો. આરોપીની વધુ તપાસ હાથધરી અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને સુપ્રત કર્યો હતો. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે પૂછપરછ હાથધરી તેના સાથી મુકેશ જોગી અંગે જાણકારી મેળવવા કવાયત હાથધરી હતી. કોર્ટમાં રજુ કરી રાજુ કાલબેલિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી દઈ મુકેશ જોગીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.

Contribute Your Support by Sharing this News: