સાબરકાંઠામાં 2જી તારીખના ગુમ થયેલા 16 વર્ષના કિશોરની લાશ ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવી હતી. જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ખોવાઈ ગયેલા આ કિશોરની લાશ મળી આવતા પરિવારે આક્રંદ કરી મૂક્યો હતો જેને જોઈને પરોસડા ગામ હિબકે ચઢ્યું હતું.

સાબરકાંઠા પરોસડાના જંગલમાથી વિધાર્થીનો મૃતદેહ મળ્યો ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો મૃતક દીપથેલી ગામનો વતની હોવાનું આવ્યું સામે સાબરકાંઠાના પરોસડાના જંગલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક ખેડબ્રહ્મા તાલુકાના દીપથેલી ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.

ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી 2જી તારીખે થયો હતો ગાયબ ઉમેદગઢની હાઇસ્કુલના 11મા ધોરણમા વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જે 2 તારીખના રવિવારના બપોર પછી ગાયબ હતો. ત્યારે આ વિદ્યાર્થીનો મૃતક મળી આવતા સમગ્ર પંથકમાં શોકનો માહલો છવાઈ ગયો છે. ત્યારે પોલીસે આ દીસામાં વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: