સાબરડેરી નિર્મીત સાબરદાણ ૫ કિલોના શણના થેલામાં વેચાય છે . તેનો ભાવ અત્યાર સુધી રૂા . ૧૧૦૫ હતો . પરંતુ સાબરડેરીના સંચાલકો દ્વારા  પ્રતિ ૫ કિલોની બોરીના ભાવમાં રૂા . ૧૦૦ નો વધારો કરાયો છે.

જેથી હવે પછી આ સાબરદાણનો ભાવ રૂા . ૧૨૫ થઈ ગયો છે . દુધ ઉત્પાદકોનું કહેવું છે કે ત્રણ મહીના અગાઉ પણ રૂા . ૧૦૦ નો વધારો કરાયો હોવાનો દાવો કર્યો છે . દરમ્યાન સાબરડેરીના સંચાલકોએ દુધના કિલો ફેંટમાં ભાવમાં ત્રણ વખત મળી રૂા . ૧૦૦ વધાર્યા છે . જેનો મતલબ એ થાય છે કે સાબરડેરીએ એક હાથમાં વઘારો આપીને બીજા હાથે પાછો લઈ લીધો છે . અત્યારે સાબરકાંઠા જીલ્લામાં નહીંવત વરસાદન્ને લીધે લીલા ઘાસચારાની અછત વર્તાઈ રહી છે ત્યારે દુધઉત્પાદકો એવું માને છે કે જે સાબરડેરીના

સત્તાવાળાઓએ સાબરદાણના ભાવમાં તબક્કાવાર વધારો કર્યો હોત તો તે દુધઉત્પાદક સહન કરી શકત પરંતુ એકદમ આપેલા કડવા ડઝર્ન લીધે દુધઉત્પાદકોમાં નારાજગી પ્રસરે તે સ્વાભાવિક છે.

તો બીજી તરફ સાબરડેરીના આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ સાબરદાણમાં વપરાતું ગવાર ગમ , મકાઈ , ગોળની રસી તથા અન્ય અનાજના ભાવમાં થયેલા વધારાને લીધે સાબરદાણના ભાવમાં વધારો કરવાનું અનિવાર્ય બન્યુ છે . જે દાણના ભાવમાં વધારો કરવામાં ન આવે તો આખરે દુધઉત્પાદકોને દર વર્ષે મળતો અંતિમ ભાવફેર ઓછો યુકવવો પડે તેમ છે .

દાણના ભાવમાં રૂા . ૧૦૦ નો વધાર કરાયો હોવા છતાં હજુ પણ સાબરડેરીને નુકસાન વેઠવું પડી રહ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધ ઉત્પાદકોને સાબરડેરી એકહાથે આપીને જાણે કે બીજા હાથે લઈ લેતી હોય તેવો ઘાટ થયો છે . ડેરી દ્વારા  સાબરદાણના ભાવમાં રૂા . ૧૦૦ નો વધારો કરાતા દુધ ઉત્પાદકોમાં નારાજગી પ્રસરી છે .

છેલ્લા ત્રણ મહીનામાં આ બીજો ભાવવધારો હોવાનું દુધઉત્પાદકોનું કેહવુ છે  આ અંગેની વિગત એવી છે કે સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના મળી અંદાજે ૩.૫૦ લાખથી વધુ દુધ ઉત્પાદકોને ખાણ તરીકે સાબરદાણનું સ્થાનિક ડેરી મારફતે વેચાણ કરવામાં આવે છે દધઉત્પાદકો દુધની ગુણવત્તા અને દધનું વધુ ઉત્પાદન મેળવવા બે ટાઈમ દુધાળા પશુઓને તેની દુધની ક્ષમતા પ્રમાણે સાબરદાર ખવડાવે છે .

જોકે બજારમાં અન્ય ખાનગી કંપનીઓના દાણા પણ વેચાય છે . પરંતુ તે પશુઓને માફક ન આવતું હોવાથી કેટલાક દુધ ઉત્પાદકો તેનો ઉપયોગ કરવાને બદલે સાબરડેરી દ્વારા બનાવાતું સાબરદાણ વાપરવનો આગ્રહ રાખે છે .

Contribute Your Support by Sharing this News: