રાજ્યમાં હવે 70 માળની ઈમારતો બનાવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. અત્યાર સુધી ગુજરાતમાં માત્ર 22-23 માળની ઈમારતોના બાંધકામને જ મંજૂરી હતી. હવે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના 5 મહાનગરો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.

રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર,લંડન,ન્યુયોર્ક જેમ-ગગનચૂંબી ઇમારતોને પરવાનગી અપાશે. રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70 થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગનુ નિર્માણ કરી શકાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.

દુખદ : ઈંદોરની હોસ્પીટલમાં મશહુર શાયર રાહત ઈંદોરીનુ નીધન

મુખ્યમંત્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે, તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે. ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે. આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.

આ યોજનામાં  કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે.

  1. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે 
  2. સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. 
  3. 30 મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. 
  4. 100 થી 150 મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર
  5. 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર 
  6. મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે 
  7. રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.
  8. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસિલીટી ફરજીયાત રાખવાની રહેશે 
  9. વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે 

અમદાવાદ સુરત સહીત શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતરના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે તે હેતુથી બિલ્ડીંગ-ઉંચી ઇમારતોના વિકાસલક્ષી  નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

Contribute Your Support by Sharing this News: