ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૧)

મહેસાણા તાલુકામાં ગત રોજ અને આજે સળંગ બે દિવસ સેવાસેતુ કાર્યક્રમ યોજાતા મામલતદાર સહિત સંલગ્ન સરકારી કચેરીઓમાં અધિકારી તેમજ કર્મચારીઓના અભાવે અન્ય રૂટીંગ કામો પ્રભાવિત થયા છે. બે-ચાર ગામો અને શહેરના વોર્ડના લોકો સિવાયના અન્ય સ્થળોએથી આવતા અરજદારોને ધરમના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. અરજદારોના કામ સરકારી કચેરીઓમાં સુવ્યવસ્થિત તેમજ સમયસર હાલાકી વગર કરવામાં આવે તો રોજ સેવાસેતુ જેવો માહોલ સર્જાઈ શકે છે તેમ લોકોનું માનવું છે.