ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતો નિવારવા વર્ષો અગાઉ ફતેપુરાથી શિવાલા સર્કલ સુધી બાયપાસ હાઈવેનું નિર્માણ કરાયું હતુ. જોકે, સમયાંતરે બાયપાસ હાઈવે પર આવેલ પાંચોટ સહિતના સર્કલોની આસપાસના વિસ્તારો ડેવલોપ થતાં ભારે સહિતનો વાહન વ્યવહાર ખુબ જ વધી ગયો છે. બાયપાસ હાઈવે સ્થિત સર્કલના ચો તરફના માર્ગો પર સ્પીડ બ્રેકર ન હોવાથી ભારે વાહનો પુર ઝડપે અને જોખમીરૂપે પસાર થાય છે. પરિણામે, મહેસાણા બાયપાસ પર આવેલ સર્કલો પર મોટો અકસ્માત સર્જાય તે પહેલા પસાર થતાં ભારે વાહનોની ગતિ પર કાબુ મેળવવા સ્પીડ બ્રેકર મુકવામાં આવે તે જરૂરી બન્યું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.