પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: વિજાપુર તાલુકાના કોટ-રામપુરા ગામે દુધ ભરવા જતા તહોમતદારે રીક્ષા આડી કરેલ હોઈ ફરિયાદી કહેવા જતા મામલો બીચકયો હતો. ઘરેથી આવતા ખાતર લેવા જતા ગામના ત્રણ શખ્સોએ છરી તથા કુહાડીનો હાથો લઈ આવી મારામારી કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો લાડોલ પોલીસ સ્ટેશન માં દર્જ થયો હતો. પોલીસે ફરિયાદ ના પગલે કર્ય્વાહીબ કરી તપાસ હાથ ધરી હતી.

લાડોલ પાસેન (કોટ)રામપુરા ગામ ના રહીશ મકવાણા હિતેન્દ્રસિંહ અગરસિંહ ઉ.વ.૨૧ ની પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ દૂધ ભરાવ જતા હતા. તે દરમ્યાન ગઈકાલે સવારના છ થી નવ વાગ્યાના સુમાંરમાં રસ્તા માં રીક્ષા આડી હોઈ તે અંગે કહેવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તકરાર કરી હતી. જેમાં મામલો વધુ ઉશ્કેરાયો હતો. ત્રણ શક્સોએ ચારી તથા કુહાડીના હાથ થી માર મારતા  હિતેન્દ્રસિંહ ને ખભાના ભાગે ઈજાઓ પહોચી હતી.

આ અંગે હિતેન્દ્રસિંહ મકવાણાએ રામપુર (કોટ)ના રહીશ અજીતસિંહ એસ. ચૌહાણ, કનુસિંહ બે ભાઈઓ અને સરદારસિંહ ચૌહાણ વિરુદ્ધ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે કાનૂની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.