દિયોદર તાલુકાના સામલા ગામે બિરાજમાન શ્રી ગોગા મહારાજની જાતરની સજનપુરા નિવાસી રોઝીયા પરિવાર દ્વારા માનતા પૂર્ણ કરવામાં આવી હતી.તો બીજી સધી ધામ મંદિરમા બિરાજમાન ચામુંડા માતાજી, સધી માતાજી,ગોગા મહારાજ તથા સિકોતર માતાજીની ફોટો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જેઠ સુદ-૩ના રોજ પ્રથમ વાર્ષિક તિથિની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે યજ્ઞ પ્રસંગનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભકતોએ માતાજીના દર્શનનો લાભ લઇ આશીર્વાદ મેળવ્યા હતા.

બીજા સાથે સમાચાર શેર કરો.