ગરવીતાકાત,અરવલ્લી: રિલાયન્સ ફાઉન્ડેશન અરવલ્લી જીલ્લામાં છેલ્લા આઠ વર્ષથી ગ્રામ વિકાસની કામગીરી હાથ ધરેલ છે ,જેમ જેમ  કામગીરી અને વિસ્તારનો વ્યાપ વધાર્યો છે ,તેમ તેમ કામગીરીની પધ્ધતીમાં પણ નોધપાત્ર ફેરફાર કરેલ છે તાજેતરમાં સરકારશ્રીના ખેલ મહાકુંભ ઉત્સવને વેગ આપવા માટે ગ્રામ્ય લેવલે જ આતરાષ્ટ્રીય ખેલ દિવસના રોજ  ખેલ ઉત્સવનું શરૂઆત  હાથ ધરવામાં આવી  જેમાં મેઘરજ  માલપુર તથા ભિલોડા તાલુકાના ગામોમાં વિવિધ ખેલકુદ સ્પર્ધાઓ દ્વારા ગ્રામીણ લેવલ પડેલ પ્રતિભાઓ બહાર લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે જેની શરૂઆતમાં મેઘરજ ,માલપુર અને ભિલોડા તાલુકાના ગામો  ખાતે આયોજન હાથ ધરાયુ  હતું જેમાં સહભાગી રમતવીરો અલગ રમતોમાં પોતાની કુશળતાઓ ને બહાર લાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો જેમવા સંગીત ખુરશી ,રસ્સા ખેંચ, લાંબીકૂદ, વોલીબોલ ,દોડ, ખો-ખો  ,તીર કામઠું વગેરે રમતોનું આયોજન  હાથ ધરાયું  જેમાં ગ્રામીણ લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો ,દરેક ગામોમાં ૧૮ થી ૪૦ વર્ષ વય ધરાવતા તમામ લોકો તેમાં સહભાગી પોતાની પ્રતિભા બાહાર લાવવાનો પ્રયત્ન  હાથ ધર્યો હતો.  પ્રસ્તુત કાર્યક્રમમાં શાળા ,પંચાયત તથા ગ્રામ્ય આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી,હારજીતમાં પડ્યા વગર આનદ ઉલ્લાસની અભિવ્યક્તી જોવા મળતી હતી અને સહભાગી પ્રતિસ્પર્ધીને પ્રોત્સાહન આપવા માટે દરેક ગામના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપરોક્ત ચાર દિવસમાં મેઘરજ ,માલપુર અને ભીલોડા તાલુકાના ગામો માથી દરેક ગેમ પ્રમાણે  પ્રથમ ત્રણ નંબરે આવેલ ખેલાડીઓની મેઘરજ ખાતે તાલુકા લેવલનો પી.સી એન હાઈસ્કૂલ ખાતે  મેગા ખેલ ઉત્સવમાં સહભાગી થયા હતા ,જેમાં ત્રણેય તાલુકાનાં ગામ્ય ચેંમ્પીયનો વચ્ચે  સ્પર્ધા હાથ ધરાઈ અને વિજેતાને પ્રોત્સાહિત ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે મેગા ખેલ ઉત્સવમાં અંદાજીત  1205 કરતાં વધુ રમતવીરો પોતાનામાં રહેલ છૂપી શક્તિને બહાર લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન  હાથ ધરવામાં આવશે.  તથા તેમણે પ્રોત્સાહિત કરવા માટે અંદાજે બે હજાર જેટલા લોકો  સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: