અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે પ્રાંત ઓફિસરશ્રી અને અધિકારીઓ દ્વારા 

સૂરતના અગ્નિકાંડ ની ઘટના માં લગભગ ૨૧ જેટલા વિદ્યાર્થી ઓ ના મોત થયા હતા અને ૧૫ જેટલા વિદ્યાર્થી ઓ ને ગંભીર ઈજાઓ પોહચી હતી ત્યાર બાદ સરકાર ના આદેશ થી દરેક જગ્યા એ ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે ને ધ્યાન માં લઇ અરવલ્લી જિલ્લા બાયડ પ્રાંત ઓફિસર દ્વારા ફાયર સેફ્ટી અંગે તપાસ કરવામાં આવી, વિવિધ ટીમ બનાવી ચિફ ઓફિસર, ફાયર વિભાગ સહિતના અધિકારીઓએ કોમર્સિયલ તેમજ એપાર્ટમેન્ટમાં ચેકિંગ હાથ ધર્યું. વિવિધ સ્થળોએ તપાસ કરાઇ, ફાયર સેફ્ટીની સુવિધા સહિતની ચકાસણી, કરવામાં આવી જેવા કે હોટેલ, સ્કૂલ તેમજ હોસ્પિટલમાં ચેકિંગ કરાયું. હતું અને હોટલો મોટા મોટા કોમ્પલેક્ષો હોસ્પિટલો જેવા અનેક સ્થળોએ આવી કોઈ ઘટના ના બને તે હેતુ થી સરકારના આદેશને ધ્યાનમાં લઇ સઘન ચેકિંગ અરવલ્લી જિલ્લાના બાયડ ના અધિકારીઓ દ્વારા હાથ ધર્યું હતું