ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીનું, જયારે પૂર્વોત્તરમાં વરસાદનું રેડ એલર્ટ !!!

શેર કરવા અહીં ક્લિક કરો.
રાજસ્થાનનું ચુરૂ પ૦ સે. તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર બન્યું: ઉત્તર ભારતમાં હજુ ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી

દેશના ઉત્તર અને પશ્ર્ચિમ વિભાગમાં ભારે તાપ સાથે પડી રહેલા ગરમીના પ્રકોપ વચ્ચે મંગળવારે રાજસ્થાનના ચરૂ જીલ્લામાં તાપમાનનો પારો પ૦ સેલ્સીયશ સુધી પહોંચી ગયો હતો. હવામાન ખાતાને ભારે ગરમીના આ વાયરા વચ્ચે ર૮મી મે સુધીમાં આસામ અને મેધાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે પૂર્વોત્તર રાજયો વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તે દેશની રાજધાનીમાં પાલમ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૪૭ સે. ડીગ્રી નોંધાયું છે. જયારે અન્ય છ વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં અતિ ઊંચા તાપમાનનું અનુભવ થઇ રહ્યો છે. સતત બે દિવસ સુધી ચાલેલા ભારે ગરમીના વાયરા અને ૪૭ ડીગ્રી જેટલું ઉચુ તાપમાન નોંધાતા ઘણા વિસ્તારો પ્રચંડ લુ ની લપેટમાં આવી ગયું છે.

દિલ્હી અનેક વિસ્તારોમા એક દિવસમાં ૪૫ ડીગ્રીએ તાપમાન રહ્યું હોવાનું ભારતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું સૌથી વધુ પ્રચંડ ગરમીના વિસ્તારો તરીકે રાજસ્થાનના ચરૂ જીલ્લામાં તાપમાનનો પારો પ૦ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો મે મહિનામાં સૌથી વધુ ગરમ દિવસ તરીકે છેલ્લા દસ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌથી વધુ લુ વરસાવનારુ બીજો દિવસ બન્યો હતો. અગાઉ ચરૂ જીલ્લામાં મે ૨૦૧૬ માં મહત્તમ તાપમાન ૫૦.૨ ડીગ્રી નોંધાયુ હતું. બિકાનેર ગંગાનગર, કોટા અને જયપુરમાં મહત્તમ તાપમાન ૪૭.૪, ૪૭, ૧૬.૫, અને ૪૫ ડીગ્રી અનુક્રમે નોંધાયું હતું. દિલ્હીના સફદરજ૦ગ અવલોકન કેન્દ્ર દ્વારા શહેરના જાહેર કરાયેલા તાપમાનના વિક્રમમાં ૪૬ ડીગ્રી નોંધાતા દિલ્હીને ગરમીના વાયરાથી અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હતો.

છેલ્લા મે ૧૯ ૨૦૦૨ના દિવસે સફદરજંગ હવામાન વિભાગમાં મહત્તમ તાપમાન ૪૬ ડીગ્રી નોંધાયું હતું. તેમ પ્રાદેશિક આગાહી વિભાગના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અત્યાર સુધી સફદરજંગ વિસ્તારમાં મે મહિનામાં ૪૭.૨ ડીગ્રી તાપમાન ૨૯ મે ૧૯૪૪ માં નોંધાયું હતું. પાલમ અવલોકન કેન્દ્રમાંથી જ રીતે મહત્તમ ૪૭.૬ તાપમાન મે ૧૮ ૨૦૧૦ ના દિવસે નોંધાયું હતું. મુખ્ય હવામાન કેન્દ્રએ કરેલી જાહેરાત મુજબ લોધી રોડ અને આયાનગર વિસ્તારોમાં મહત્તમ તાપમાન અનુક્રમે ૪૫.૪ ડીગ્રી અને ૪૬.૮ ડીગ્રી નોંધાયું હતું.

કુલદિપ શ્રીવાસ્તવના મતે ગુરુવારે પણ વેસ્ટર્ન ડિસ્ટલન્સ અને પૂર્વના પવનના કારણે તાપમાનમાં યથાવત સ્થિતિ રહેશે. ધુળની ડમરી વંટોળીયા અને ૬૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે શુક્રવાર અને શનિવાર રાષ્ટ્રીય રાજધાનીમાં વાતાવરણમાં પરિવર્તન આવશે. ગરમીની આ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ સહીત ના વિસ્તારોમાં ૪૭.૧ જેટલા ઉંચા તાપમાન સાથે લાંબા સમય સુધી યથાવત રહેશે આજ પરિસ્થિતિ રાજયમાં હજુ ત્રણથી ચાર દિવસ સુધી રહેશે.

ગુજરાતની જ વાત કરીએ તો રાજયમાં ૩૯ થી ૪૩ડીગ્રી ગરમી પડી રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડીગ્રી નોંધાયું હતું. જયારે મઘ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું હતું.

આસામ, મેઘાલયમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આસામ અને મેઘાલયમાં હવામાન વિભાગે રેડ એલર્ટ મે ૨૬ થી ૨૮દરમિયાન રેડ એલર્ટ જાહેર કરી આ બે ઉતરપૂર્વ રાજયોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદી માહોલમાં દિબાંગખીણ વિસ્તારનાં જીલ્લામાં ભેખડ ઘસી પડવાને કારણે બે બાળકો સાથે ૩૦ વર્ષની મહિલા પોતાના જ ઘરમાં જીવતી દફન થઈ જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો.

આગામી ત્રણ દિવસ સુધી આસામ અને મેઘાલયમાં રેડ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતુ તેમણે ઉમેર્યું હતુ કે ઉતર પૂર્વ ભારતમાં મે મહિનાથી જૂન મહિના સુધીમાં ભારે વરસાદ થશે. બુધવારથી વાવાઝોડા અમફાનની અસરથી ચોમાસુ સિસ્ટમ અને અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાવાની આશા વ્યકત કરી છે. કેરલમાં ૫ જૂનથી સામાન્ય સમયથી ૫ દિવસ પછી ચોમાસુ સક્રિય થશે હવામાન વિભાગે ૩૦મે થી ૪ જૂન દરમિયાન કેરલ અને કર્ણાટકના માછીમારોને દરિયા ન ખેડવા સુચના આપી દીધી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.