ગરવીતાકાત,પાલનપુર: પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જે તાલુકા પોલીસને દેખાતા નથી. પણ બે દિવસ અગાઉ ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ખેતરમાં ઉભેલી બાજરીમાંથી અજાણ્યા શખ્સે મુકેલુ દારૂ ભરેલું ડબલુ દેખાઈ આવ્યુ હતુ. જ્યાં દારૂ મુકનાર શખ્સને પકડવાને બદલે નિર્દોષ પરિવારની મહિલાનું નામ લખી તેમના ઉપર કેશ કરવા જમાદાર તુલો થયો છે. ત્યારે આ મુદ્દે જો ન્યાય ન મળે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી  મહિલાએ માનહાનીનો દાવો કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રાજ્યમાંથી દારૂને દેશવટો આપવા પોલીસ મહાનિર્દેશક દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. જ્યાં બનાસકાંઠામાં જિલ્લા પોલીસવડાની ગેર હાજરીમાં પોલીસ દ્વારા દારૂના કેસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે 5 થી 6 દેશી- વિદેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. સાંજ પડે લથડીયા ખાતા દારૂડિયાઓ ગામમાં બિભત્સ શબ્દો બોલતા નીકળી પડે છે. બહેન દીકરીઓને જાહેરમાં નીકળવું ભારે પડી જાય છે. અઠવાડિયામાં નહિ તો દર માસે તો બીટ જમાદાર આ ગામની મુલાકાતે અવશ્ય આવે છે. પરંતુ હપ્તાના હડમાલા વચ્ચે તેને અડ્ડા દેખાતા નથી. પરંતુબે દિવસ અગાઉ ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ખેતરમાં ઉભેલી બાજરીમાંથી અજાણ્યા શખ્સે મુકેલુ દારૂ ભરેલું ડબલુ દેખાઈ આવ્યુ હતુ. જ્યાં દારૂ મુકનાર શખ્સને પકડવાને બદલે નિર્દોષ પરિવારની મહિલાનું નામ લખી તેમના ઉપર કેશ કરવા જમાદાર તુલો થયો છે.આ અંગે આ પરિવારની મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ સરકારી કર્મચારી છે. અમારા રહેણાંક મકાનથી દૂર આવેલા ખેતરમાં કોઈ શખ્સે બાજરીના વાવેતરમાં દેશી દારૂ મુક્યો હતો. તેની અમને જરા પણ જાણ નથી. પણ પોલીસ આ દારૂ મુકનારા વ્યક્તિને પકડવાના બદલે મારી ઉપર કેસ કરવા પોલીસ મથકે હાજર થવા જણાવી રહ્યો છે. ત્યારે આ મુદ્દે જો ન્યાય ન મળે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી  મહિલાએ માનહાનીનો દાવો કરીશ તેમ જણાવ્યું હતુ. આરોપી અને પોલીસ બદનામ કરે તેવો કેશ થઈ શકે: ઈંદ્રિસ પઠાણ (ધારા શાસ્ત્રી, પાલનપુર) પ્રતિષ્ઠિત વ્યક્તિની જાણ બહાર તેમના રહેણાંક કે ખેતરમાંથી દારૂ મળે તો આરોપી તેમજ પોલીસ ભેગા મળી બદનામી કરતાં હોવાનો કેશ થઈ શ

કે છે.