તપાસ હાથ ધરવામાં આવે તો વિકાસના અનેક કામોમાં વ્યાપક ગેરરીતી આચરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના.

દાંતીવાડા તાલુકાના વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરી ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની રાવ વચ્ચે દાંતીવાડામાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન પુરું પાડી રહેલા લોકો કોણ છે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. ચર્ચા અનુસાર દાંતીવાડા તાલુકા પંચાયતમાં બેસીને વિકાસના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર આચરી રહેલા લોકો સામે કેટલાક અધિકારીઓની પણ રહેમ નજર હોવાથી અને મિલી ભગતને પરિણામે તાલુકામાં વિકાસના વિવિધ કામોમાં ગેરરીતી થઇ રહી હોવાની રાવ ઉઠવા પામી છે. દાંતીવાડા તાલુકામાં વિકાસના વિવિધ કામોમાં થતા ભ્રષ્ટાચાર પાછળ કોણ છે જવાબદાર ? તેવી ચર્ચાએ જોર પકડયુ છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ તપાસ હાથ ધરવામાં આવે તો તાલુકામાં વિકાસના વિવિધ કામોમાં વ્યાપક ગેરરીતી આચરવામાં આવી હોવાનું બહાર આવે તેમ છે.