◊ગરવીતાકાત,ખેડા(તારીખ:૦૨)◊

2જી ઓકટોબર-ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદાર પટેલ ભવન  સર્કલ પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સંતરામ મંદિર સુધી “ફીટ ઇન્ડિયા પ્લોગિંગ મેરેથોન રન” અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ  સ્વચ્છતા જ સેવા અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તેમજ ફુલહાર પહેરાવીને સૌ મહાનુભાવોએ નમન કરીને દેશ માટે આપેલ બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી  .સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી  આ રેલીમાં ખેડા સંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ ,પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જયિંહજી ચૌહાણ ,ખેડા કલેકટર શ્રી સુધીરભાઈ પટેલ,અધિક નિવાસી કલેકટર શ્રી રમેશભાઈ મેરજા  ,જિલ્લા વિકાસ અધિકારી મેડમ ગાર્ગી જૈન , પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિશ્રા , જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી  ડો ડી સી જાગાણી , જિલ્લા પંચાયત પ્રમુખ નયના બેન પટેલ ,મહામંત્રી દશરથભાઈ  વકીલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નડિયાદ નગરની સામાજિક સંસ્થાઓ ,ધાર્મિક સંગઠન તેમજ જનતા પણ જોડાઈ હતી.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

બીજા સાથે સમાચાર શેર કરો.