ગરવી તાકાત,રાજકોટ

હાર્દિક પટેલની હાજરીમાં આજે ભાજપના ૨૦થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જાેડાયા છે આ વર્ષના અંતમાં રાજકોટ મનપાની ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે કે રાજકોટમાં ભાજપના મોટા આંચકો છે.ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે કે રાજકોટમાં ભાજપના વધુ છ કોર્પોરેટરો કોંગ્રેસમાં જાેડાશે રાજકોટ ભાજપના ઘણા કાર્યકરો નેતાઓ પક્ષથી નારાજ છે કોરોનાની મહામારીને લધીે મુખ્ય આગેવાનો જાેડાયા છે ભાજપના હજારો કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે.

રાજકોટ કોર્પોરેશનની ચુંટણી પહેલા સૌથી મોટી નવાજુની થઇ છે રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જાેડાયા છે રાજકોટ વોર્ડ નં 5 ના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયા હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જાેડાયા છે, તો સાથે જ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપાર એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જાેડાયા છે. રાજકોટના જાણીતા સામાજિક કાર્યકર્તા ચાંદનીબેન લીબાચીયા પણ કોંગ્રેસમાં જાેડાયા છે આ ઉપરાંત એબીવીપી અને યુવા ભાજપના 20 હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જાેડાવાથી ભાજપમાં સનસનાટી મચી ગઇ છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ તાજેતરમા જ રાજકોટની મુલાકાતમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ કરી હતી પણ લાગે છે કે પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડયો છે.

આ પ્રસંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે અતિવૃષ્ટિના સમયમાં સરકાર પાસે ખેડૂતોની લાગણી છે કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખી આગેવાનોને કોંગ્રેસમાં જાેડાયા છે પરંતુ હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે સીઆર પાટીલ રેલી કરે છે પરંતુ લગ્નમાં લોકો ભેગા થવાની છુટ નથી આપતા સરકાર ઇચ્છા પડે ત્યારે સહાયની જાહેરાત કરે છે ત્રણ મહીના પહેલા પણ સહાયની જાહેરાત કરી હતી પણ લોકોને મળતું કંઇ નથી લોકોને ગુમરાહ કરવાની વાત છે જાહેરાત પણ લોલીપોપ છે રાજકોટના નેતા ઇન્દ્રનીલ રાજયગુરૂની વાતચીત પાર્ટી સાથે ચાલે છે આગામી દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જાેડાશે કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ ભાજપમાંથી પાછા ફરશે

Contribute Your Support by Sharing this News: