પાલનપુરના રણાવાસ સહિત ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો 

શેર કરવા અહીં ક્લિક કરો.
ખેતરોમાં બનાવેલા પતરાના શેડ ઉડયા : બાજરીના ઉભા પાકને નુકશાન
પાલનપુર તાલુકાના રણાવાસ ગામ સહિત આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. રણાવાસમાં તો ખેતરોમાં બનાવેલા પતરાના શેડ પણ હવામાં ઉડી ગયા હતા. પાલનપુર પંથકમાં દિવસભર ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી જવા પામી હતી. જેમાં પાલનપુર તાલુકાના રણાવાસ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને પગલે ગરમીથી લોકોને રાહત મળી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. જો કે પાલનપુરના રણાવાસ ગામે ભારે પવનથી ખેતરોમાં બનાવેલા પતરાના શેડ પણ હવામાં ઉડી ગયા હતા અને ખેડૂતોએ વાવેતર કરેલા બાજરીના ઉભા પાકને પણ નુકસાન થયું હતું.
શેર કરવા અહીં ક્લિક કરો.