રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે અલગ અલગ જિલ્લાના રસ્તાઓ બંધ થયા છે. જેમાં માર્ગ મકાન વિભાગ હેઠળ આવતા રસ્તાઓનો સમાવેશ થાય છે. ચારે બાજુ વરસાદ થવાના કારણે બધી જગ્યાએ પાણી ફરી વળતા 393 માર્ગો જળમગ્ન થયા છે.

કચ્છમાં 10, વડોદરામાં 23, જૂનાગઢ અને પોરંદરના 7-7 અને ગીરસોમનાથના 3 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વલસાડના 17, ડાંગના 11 રસ્તા બંધ થયા છે. દરેક જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી 20 ઑગસ્ટ સુધી વરસાદી માહોલની આગાહી મૌસમ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.

અતિવૃષ્ટીના  કારણે સૌથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે દક્ષિણ ગુજરાતમાં બંધ છે. દ.ગુજરાતમાં નર્મદામાં 11,  તાપીમાં 100, નવસારીમાં 53 સુરતમાં 118,ભરૂચમાં 17 રસ્તા બંધ થયા છે. 

17થી 20 ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાનો હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની મતે સાંચબંદર, શિયાળબેટ, રાજપરામાં સૂચના અપાઈ છે. 

છેલ્લા ત્રણ દીવસમાં કરજણ ડેમ ઉપર 3 દરવાજા ખોલાયા છે. અહી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. કચ્છના સણોસરો ડેમમા પણ પુર આવ્યુ છે. 

આજે માંડવીમાં 9 અને તલાલામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.રાજકોટમાં સીઝનનો કુલ 116 ટકા વરસાદ નોંધાયો છે.મોરબીમાં સીઝનનો 102 ટકા વરસાદ નોંધાયો છે.

મૌસમ વિભાગની આગાહી પ્રમાણે 20 મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી -અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.  હવામાન વિભાગની આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયુ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે

Contribute Your Support by Sharing this News: