વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: થરાદ અને વાવ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ગુરૂવારે સાંજથી જ જોરદાર વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદથી ઘણું નુકસાન થયું છે. જેમાં ગઇકાલે મોડી રાતે વીજળી પડતા એક ખેડૂત સહિત બે ભેંસના મોત નીપજતાં અરેરાટી મચી ગઇ છે. ભેંસોને બચાવવા જતાં ખેડૂત પર વીજળી મળતી માહિતી પ્રમાણે ખેડૂત દાનાભાઇ ગાજવીજ સાથેનાં વરસાદમાં ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા માટે ગયા હતાં ત્યાં જ તેમની પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમની સાથે બે ભેંસોનાં પમ મોત થયા છે. હાલ ખેડૂતનાં મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે.ઉનાળુ પાકને નુકસાન જેમાં લાખણી પંથકમાં લાખણી ના ધાણા ગામે મોડી રાત્રે જોરદાર વાવાઝોડાના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા તબેલા ના શેડ ઉડી જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે શેડ ના પતરા ઉડીને પશુઓ પર પડતા પશુઓને પણ ગંભીર ઈજાઓ થઈ છે. આ સિવાય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ થતા ઉનાળુ બાજરીના પાકને મોટું નુકસાન થયું છે
તૈયાર થયેલી બાજરી પર વરસાદ થતાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. કરા સાથે વરસાદ પડ્યો હતો મહત્વનું છે કે થરાદ, વાવ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી ભારે ગરમીનું વાતાવરણ જામ્યું હતું. જે બાદ બે દિવસથી વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. ગઇકાલે મોડી સાંજે વાવ તાલુકાનાં ઢેરીયાણા, ટુંડાવિસ્તારમાં ગાજવીજ સાથે કરા પણ પડ્યાં હતાં.