હાથરસ ગેંગરેપના પીડીત પરિવારને ન્યાય મળે એ માટે આજ રાહુલ ગાંધી અને પ્રીયંકા ગાંધી હાથરસ જઈ રહ્યા હતા ત્યારે એમને નોઈડામાં જ રોકવામાં આવ્યા હતા અને એમની સાથે હાથાપાઈ કરાઈ હતી તથા લાઠીચાર્જ પણ કરાયો હતો. જેથી આ બનાવ બાદ રાહુલ ગાંધીએ પી.એમ. મોદી ઉપર નીશાન તાકતા જણાવ્યુ હતુ કે મને પોલીસે ધક્કા માર્યા , લાઠી ચલાવી અને મને જમીન પર નીચે પાડી દેવામાં આવ્યો હતો. અમારા વાહનોને રોકવામાં આવ્યા અમને ત્યા જતા અટકાવાયા છે. યુ.પી. પોલીસ દ્વારા રાહુલ અને પ્રીયંકા ગાંધીની ધરપકડ કરાઈ હતી.

પોલીસ દ્વારા રાહુલ પ્રીયકાંને જ્યા ધરપકડ કરાઈ હતી જે સ્થળેથી હાથરસ 142 કીલો મીટર દુર છે છતા પણ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લીધી હતી. જેમાં રાહુલ ગાંધી એ જ્યારે પોલીસને પુછ્યુ કે અમારી ધરપકડ કેમ થઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા જણાવાયુ હતુ કે તમે આધિકારીક આદેશનો અનાદર કરી રહ્યા છો માટે તમારી સેક્શન 188 મુજબ તમારી ધરપકડ કરાઈ રહી છે.

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

પોલીસે જ્યારે રાહુલ ગાંધી અને કોન્ગ્રેસ કાર્યકર્તાની ગાડીઓને હાથરસ જતા રોકી ત્યારે રાહુલ અને પ્રીયંકા એમના વાહનમાથી બહાર નીકળી રોડ ઉપર ધરણા ઉપર બેસી ગયા હતા. પરંતુ યુ.પી.પોલીસે એમની સાથે હાથાપાઈ અને ધક્કા મુક્કી કરી એમની ધરપકડ કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી યોગી આદીત્યનાથ ઉપર નિશાન તાક્યુ હતુ કે દુખની ઘડીમાં પોતાના લોકોને એકલા ના છોડવા જોઈયે, યુ.પી.મા જંગલરાજ એ હદ સુધી છે કે શૌક માં ડુબેલા પરિવાર ને મળવાનુ પણ સરકારને ડરાવી દે છે. આટલુ ના ડરો મુખ્યમંત્રી મહોદય!

દેશમાં જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારે આખો દેશ નિર્ભયાના પરિવારના સમર્થનમાં આવ્યો હતો અને દરેક
 સંગઠનો અને પાર્ટીઓએ દોષીતોને સજા થાય એવી માંગ લઈ સમગ્ર દેશભરમાંં દેખાવો કર્યા હતા પંરતુ આવી રીતે કોઈ સંગઠન ને પાર્ટીના લોકોને નિર્ભયાના પરિવાર ની મુલાકાત કરતા અટકાવાયા ન હતા. આવી રીતે યુ.પી. સરકાર ધરપકડ કરી સાબીત શુ કરવા માંગી રહી છે એવા પ્રશ્નો સોસીયલ મીડીમાં ઉઠી રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: