આંદોલનમાં 500 ખેડુતોના મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – કહ્યુ ખેડુતો હજુ સુધી ડર્યા નથી

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂત આંદોલનના સમર્થનમાં ટિ્‌વટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ખેતરો અને દેશની સુરક્ષા કરી રહેલા ખેડૂતો મરી રહ્યા છે પણ ડર્યા નથી આજે પણ ખેડૂતો ખતરામાં છે.રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં ૫૦૦ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર પોતાનુ આંદોલન ચાલુ રાખ્યુ છે. હવે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પણ ખેડૂત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા પ્રયાસ કરે તેવુ લાગી રહ્યુ છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ખેડૂતોના રોજ મોત થઈ રહ્યા છે પણ ખેડૂતો નીડર બનીને સરકાર સામે ઉભા છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ખેડૂતોનુ સમર્થન કરીને મોદી સરકારના વિરોધમાં નિવેદનો આપી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર વખતે દિલ્હી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા ઓછી થઈ હતી પણ આમ છતા ખેડૂત સંગઠનો આંદોલન ચાલુ છે તેમ કહી ચુક્યા છે.સરકાર ગયા સપ્ટેમ્બર મહિનામાં ૩ નવા કૃષિ કાયદા લાવી હતી અને ખેડૂતો આ કાયદા પર ભડકયા છે. ત્યારથી આંદોલન ચાલી રહ્યુ છે. દિલ્હી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો છે અને ખેડૂતો કહી રહ્યા છે કે, જ્યાં સુધી સરકાર પોતાના કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.