ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની અપીલ
ભારત ચીનની સરહદ પર શહીદ થયેલા જવાનોને પાલનપુર ખાતે એ.બી.વી.પી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. અને ચીનના પૂતળાદહન કરાયું હતું. જ્યારે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની એબીવીપીએ અપીલ કરી હતી.
ભારત-ચીનની સરહદ પર ચીન દ્વારા થયેલા હુમલામાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા. જેના પગલે દેશભરમાં ચીન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે બનાસકાંઠાના પાલનપુર માં એબીવીપી દ્વારા ચીનનું પૂતળાદહન કરાયું હતું. અને શહીદ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.ચીનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે એ.બી.વી.પી.એ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.