મારૂતી સુઝુકીના વાહનોના ઉત્પાદનમાં 11 ટકાનો વધારો પરંતુ વેચાણમાં 57 ટકાનો જેટલો ઘટાડો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, દિલ્લી

દેશના તમામ લોકો અને કંપનીઓ દ્વારા ઉત્પાદિત દરેક વસ્તુના કુલ મૂલ્યને જી.ડી.પી. કહેવાય છે. આ જી.ડી.પી. આ વખતે  માઈનસ 24 આવી છે ત્યારે રાહત આપનારી ખબર બીઝનેશ સ્ટાન્ડર્ડમાં આવી છે જેના મુજબ ભારતની સૌથી મોટી કાર બનાવતી કંપની એ સોમવારના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યુ છે કે તેમને પેસેન્જર વ્હિકલ કેટેગરીમાં 1,21,381 વાહનોનું ઉત્પાદન કર્યું હતું. જે ગયા વર્ષે ઓગસ્ટમાં વેચાયેલા 1,10,214 વાહનો કરતા 10 ટકા વધારે છે.

મારૂતી સુુઝુકીના ઓગસ્ટના કુલ ઉત્પાદનમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીમા કુલ 1,11370 વાહનો બનાવવમાં આવ્યા હતા, 

કંપનીની નાની કારો અલ્ટો અને એસ-પ્રેસોએ આ સમયગાળા દરમિયાન 22,208 એકમો અને વેગનઆર, સેલેરિયો, સ્વીફ્ટ, બનાઓ, ઇગ્નિસ, ડિઝાયર જેવી કોમ્પેક્ટ કાર, 67,348 વાહનોનું ઉત્પાદન કર્યું હતું.જ્યારેએર્ટિગા, એક્ષ.એલ.- 6 , એસ-ક્રોસ, જિપ્સી, વિટારા બ્રેઝા અને નું ઉત્પાદન 44 ટકા વધીને 21,737 વાહનો પર પહોંચી ગયુ છે. ગયા વર્ષે તે ઓગસ્ટમાં 15,099 હતું એમ કંપની દ્વારા જાણવા મળેલ હતુ.

પંરંતુ તમને જણાવી દઈયે કે આ વધારો માત્ર ઉત્પાદનનો છે, કારોની વેચાણનો નથી.  કંપનીનુ વેચાણ તો લગાતાર ઘટી રહ્યુ છે. ફેબ્રુઆરીમાં કારોની વેચાણમાં 1.16 ટકા નો ઘટાડો જોવા મળ્યો હતો.  જુુન મહિનામાં મારૂતી સુઝુકીના 57, 428 કારોનુ વેચાણ કરી શકી હતી ત્યારે આ વેચાણ ઓગસ્ટ 2019 માં 124708 કારોનુ વેચાણ કર્યુ હતુ. જેથી મારૂતી કારોના વેચાણમા ગત વર્ષ કરતા 57 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એડીટ- નીરવ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.