કોરોના વાયરસને વડાપ્રધાન મોદીએ વિશ્વ માટે ગણાવ્યો મોટો પડકાર

ગમ્યું તો આગળ શેર કરો.

કોરોના વાયરસનાં પ્રસારના કારણે વિશ્વનાં તમામ દેશોમાં દહેશતનું વાતાવરણ છે. ગત્ત ચાર દિવસમાં ભારતમાં પણ કોરોના વાયરસનાં ૩૧ કિસ્સા સામે આવ્યા છે. જે મુદ્દે ભારત ચિંતિત છે, જો કે સરકાર તરફથી વારંવાર તૈયાર રહેવા માટેની વાત કહેવામાં આવી છે. જો કે ભારત સહિત વિશ્વનાં તમામ મોટા દેશોની સામે આ વાયરસથી થનારા આર્થિક નુકસાનમાંથી બહાર આવવું આજે મોટો પડકાર છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પણ આ વાત મુદ્દે પોતાની ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં નવા પડકારો સામે આવે છે.

આપણી કોલોબ્રેશન ટુ ક્રિએટની સ્પીરીટને ટેસ્ટ કરવા માટે તેને મજબુત કરવા માટે તેને જે પ્રકારે નોવલ કોરોના વાયરસ તરીકે એક ખુબ જ મોટો પડકાર વિશ્વની સામે આવ્યો છે. બીજી તરફ નાગરિકતા કાયદો અને જમ્મુ કાશ્મીરનાં મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે લોકો વિશ્વનાં શર્ણાર્થીઓને અધિકાર માટે જ્ઞાન આપે છે, તેઓ શરણાર્થીઓ માટે બનેલા સીએએનો વિરોધ કરે છે. જે લોકો દિવસરાત સંવિધાનની દુહાઇ આપે છે તેઓ આર્ટીકલ ૩૭૦ જેવી અસ્થાઇ વ્યવસ્થા હટાવીને જમ્મુ કાશ્મીરમાં સંપુર્ણ રીતે સંવિધાનને લાગુ કરવાનો વિરોધ કરે છે.

વડાપ્રધાને કહ્યું કે, ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર દ્રારા અમે માં મોટુ પરિવર્તન લાવે અને હજારો કરોડ પિયાને ખોટા હાથોમાં જતા અટકાવે. રેરા કાયદો બનાવીને રીયલ એસ્ટેટ સેકટરને કાળાનાણાના બંધનથી મુકત કરવાનો પ્રયાસ કર્યેા અને મધ્યમ વર્ગની પહોંચ તેના સપનાઓનું ઘર પણ બનાવ્યું. બીજી તરફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવીને સ્ટેટસ કયુયુઓ બદલ્યું અને અમારી સેનાઓમાં સારી સિનર્જી અને કોલોબરેશન સુનિશ્ચિત કયુ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૦૧૪ બાદથી કો-ઓપરેશન ઈન સ્પીરીટ, કોલોબ્રેશન ઈન એકશન અને કોમ્બીનેશન ઓફ આઈડીયાઝ મુદ્દે આગળ ચાલ્યા છે. આજે ભારત સસ્ટેઈનેબલ ગ્રોથનું એક એવું મોડલ બનાવી રહ્યું છે જે સમગ્ર વિશ્વ માટે લાભદાયી છે. અલગ અલગ ક્ષેત્રોમાં તેનાં પરિણામ સ્પષ્ટ્ર દેખાઇ રહ્યા છે. ૬ વર્ષ પહેલા દેશમાં હાઈવેઝ કન્સ્ટ્રકશનની સ્પીડ પ્રતિ દિવસ ૧૨ કિલોમીટર હતી, આજથી તે ૩૦ કિલોમીટરની આસપાસ છે.

ગમ્યું તો આગળ શેર કરો.