વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી ખુશખબર આવી છે. પીએમ નરેન્દ્ર મોદીને બ્રિટીશ હેરાલ્ડના એક પોલમાં રીડર્સે 2019ના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ચૂંટ્યા છે. આ પોલમાં મોદીએ દુનિયાના અન્ય શક્તિશાળી નેતાઓ જેવા કે વ્લાદિમીર પુતીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગને મ્હાત આપી છે. નોમિનેશન લિસ્ટમાં દુનિયાની 25થી વધુ હસ્તિઓને સામેલ કરવામાં આવી હતી અને જજ કરનારી એક્સર્ટસ પેનલે સૌથી શક્તિશાળી વ્યક્તિના ટેગ માટે 4 ઉમેદવારના નામ રજૂ કર્યા હતા. સિલેક્શન પ્રોસેસનું મૂલ્યાંકન આ તમામ આંકડાઓના વ્યાપક અધ્યયન અને રિસર્ચ પર આધારિત છે.

આ રીતે થઇ વોટિંગ: વોટિંગ માટે સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. બ્રિટીશ હેરાલ્ડના રીડર્સને અનિવાર્ય વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પ્રોસેસ દ્વારા વોટ કરવાનો હતો. ચોંકાવનારી બાબત એ છે કે વોટિંગ દરમિયાન સાઇટ ક્રેશ પણ થઇ ગઇ કારણ કે વોટર્સ પોતાની મનપસંદ હસ્તિને વિજયી બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.

કઇ હસ્તિને કેટલાં વોટ

શનિવારે વોટિંગ પૂર્ણ થવા સુધી પીએમ નરેન્દ્ર મોદીને પોલમાં સૌથી વધુ 30.9 ટકા વોટ મળ્યાં. તે પોતાના હરિફ વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ કરતાં ઘણાં આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રહ્યા, જેમને 29.9 ટકા વોટ મળ્યા. સાથે જ 21.9 ટકા લોકોના મત સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી શક્તિશાળી શખ્સ માનવામાં આવ્યા. તે બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 18.1 ટકા લોકોએ વોટ આપ્યો.

બ્રિટીશ હેરાલ્ડ મેગેઝીનના કવર પર પીએમ મોદી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બ્રિટીશ હેરાલ્ડ મેગેઝીનના જુલાઇ એડિશનના કવર પેજ પર પણ પ્રકાશિત કરવામાં આવશે. આ એડિશન 15 જુલાઇએ રિલિઝ થશે.

બ્રિટીશ હેરાલ્ડની વેબસાઇટ પરના એક આર્ટિકલ અનુસાર તાજેતરના મહિનાઓમાં પીએમ મોદીને ભારતીયો તરફથી વધુ અપ્રૂવલ રેટિંગ્સ મળ્યાં છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આતંકવાદ વિરુદ્ધ પોતાના વલણ અને બાલાકોટમાં આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક બાદ તેમના સમર્થકોમાં ભારે વધારો થયો છે. આ ઉપરાંત આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને પણ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

Contribute Your Support by Sharing this News: