સેલવાસની મુલાકાતે આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ: તડામાર તૈયારી શરૂ

શેર કરવા અહીં ક્લિક કરો.
દાદરા નગર હવેલી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ વખત પધારી રહ્યા છે. રાષ્ટ્રપતિ દાદરાનગર અને દમણ ખાતે બે બે દિવસ રોકાશે તેમના સ્વાગત અને સુરક્ષાને લઇને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સ્થાનીક પોલીસ અધિકારીઓ અનુસાર રાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબ ત્રણ સ્તરીય સુરક્ષા ઉપલબ્ધ કરવામાં માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના પોલીસ સુરક્ષા દળ પાસે માંગણી કરવામાં આવી છે. દાદરાનગર હવેલી પોલીસ રેપીડ એકશન ફોર્સ અને ઇન્ડિયન રીઝર્વ બટાલીયનના જવાનોને રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે. જયારે સી.આર.એસ. એફ. અને બીજી એજન્સીઓ પણ રાષ્ટ્રપતિના સ્વાગત માટે સેલવાસ શહેરમાં ઉ૫સ્થિત રહેશે. રાષ્ટ્રપતિનો કાર્યક્રમ સેલવાસના દમણ ગંગા રિવરફન્ટ પર રાખવામાં આવ્યો છે. ત્યાંના રસ્તાના મરામત કાર્ય પણ ચાલી રહ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.